Tuesday, April 5, 2016

shayari

*
જેને ચાહો છો તેને મેળવી નથી 
શકતા જેને મેળવો છો તેને ચાહી 
નથી શકતા એટલે જિંદગી માં ક્યાય 
પ્રેમ ની ઝલક આવી જાય તો 
કુદરત નો આભાર માનજો 
  




*
પ્રેમમાં પડ્યો ,પણ પ્રેમ નથી થતો 
તને પ્રેમ કરું છું ,પણ કહી નથી શકતો 
તારા વિના નથી ગમતું , પણ તારી 
સાથે રહી નથી શકતો.
રહું છું તારી સાથે પણ પ્રેમ નથી 
કરી શકતો 
કહેવું છે આટલું જ કે તને હું બહુ જ 
પ્રેમ કરું છું 



*
અરમાનો અંતરમાં જ રહી જાય છે 
સપના ઓ પાંપણ શમી જાય છે 
વાદળી વરસ્યા વગર વહી જાય છે 
ને આંખડી તરસી સુકાય જાય છે 
તારું હસવું મને તો ગમી જાય છે 




*
તમને જોયાને વર્ષો વીતી ગયા હોય 
         એવું લાગે છે. 
આજે પણ તમારી યાદમાં નારી આ 
         આંખો જાગે છે 
તમને મળવાની દિલમાં તમન્ના છે 
         પણ શું કરું......?
અમારા નસીબ તો જુઓ એ ક્યા જાગે છે.






*
ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી 
દિલ એ એક બેવફા થી મહોબ્બત 
કરી લીધી 
એ તો મહોબ્બત ને રમત કહે છે 
અને અમે બરબાદ પોતાની જીદગી 
કરી દીધી 







*
ચાહત એ હદે નાં વધવી જોઈએ કે તમે પ્રેમી 
ઓછા અને ગુલામ વધુ લાગો 
સમજણ હોઈ ત્યાં પ્રેમ પજ્વ્લીત થઈને રહે છે.
જીદ હોઈ ત્યાં પ્રેમને નામે ગુલામ જન્મીલે છે. 





*
જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું 
પણ એને પસંદ કરી જાય કોઈ બીજું 
તો શું કરવું 
પણ જયારે કોઈ જિંદગી સાથે રમી 
જાય તો શું કરવું ?










Sunday, April 3, 2016

shayari

*
જે ને દિલ પર વાગે છે તે ક્યારેય 
     આંખો થી નથી રડતા 
જે પોતાના નથી થતા તે ક્યારેય 
     કોઈ નાં નથી થતા 
સમય કાયમ એજ તો શીખવાડે છે 
સપના તૂટી જાય છે પણ એ ક્યારેય 
     પુરા નથી થતા  !..........




*
નઝર થી નઝર મળવામાં એક સેકંડ લાગે છે.
એક મીનીટમાં કોઈ ગમવા લાગે છે.
એક કલાકમાં કોઈનાથી પ્રેમ થઇ જાય છે.
તો પછી એને ભૂલવામાં આખી 
જિંદગી કેમ વીતી જાય છે............... 



*
તમને જોયાને વર્ષો વીતી ગયા હોય 
      એવું લાગે છે...........
આજે પણ તમારી યાદમાં મારી આ 
      આંખો જાગે છે........ 
તમને મળવાની દિલમાં તમન્ના છે.
      પણ શું કરું.........?
અમારા નસીબ તો જુઓં એ ક્યા જાગે છે.





*મને શબ્દો થી જખમ આપતા 
         નથી આવડતું 
કોઈની ખુશી છીનાતા કે દિલ 
    દુભાવતા નથી આવડતું 
સહી લીધું બધું હસતા મોઢે 
અને લોકો સમજે છે મને માણસ 
ઓળખતા નથી આવડતું..................



અરમાનો અંતરમાં જ રહી જાય છે 
સપનાઓ પાંપણ માં શમી જાય છે 
વાદળી વરસ્યા વગર વહી જાય છે 
ને આંખડી તરસી સુકાય જાય છે 
તારું હસવું મને તો ગમી જાય છે............





Saturday, April 2, 2016

Gazal

વહાલી લાગે છે.

અમારી જાત કરતાં પણ વધુ તું વહાલી લાગે છે, 
તું ચાલી આવ તારા વિના અહિં બહુ ખાલી લાગે છે.  
ધરા આખી ઠંડી ને ભીની ભીની બની ગઈ છે,
ફૂલો પર સ્પસ્ટ પગલાં છે, ઝાકળ ચાલી લાગે છે.
ફિદા થઈને તમારા પર ફરી મારવાની ઈરછા છે , 
ફનાનો ફણગો ફૂટ્યો છે ફાગણ ફાલી લાગે છે.
વહે છે લોહીની ધારા  અમારા હોઢે થી કાયમ ,
પણ તમારું સમિત એવું  છે કે સૌને વહાલી લાગે છે.....

             

જીવી લઈશું 

યાદોથી ભરેલા આ પવિત્ર ઝરણામાં,
જિંદગીને સહેલાઈથી જીવી લઈશું.
મુશ્કેલીથી ભરેલા આ સંસારમાં,
હસતાં -રડતાં  જીવી લઈશું.
તડકા -છાયાની આ ધરા પર,
હાથથી હાથ મિલાવી જીવી લઈશું.
જીવવા જેવું તો કઈ જ નથી આ દુનિયામાં,
પણ એકબીજાના ચહેરા વાંચીને જીવી લઈશું.
મળવા જેવું સ્થળ તો નથી મળતું આ દુનિયામાં,
રોજ સ્વપ્નમાં મળીને જીવી લઈશું. 
સુખમાં તો પ્રશનાર્થ જ રહ્યો છે,
પણ એકબીજાનાં દુઃખ વહેચી ને જીવી લઈશું.............



કોરી કિતાબ 

મારી કલ્પના કોરી કિતાબ માં સનમ, 
એના પાને પાને તમારું નામ છે.
ભેલે આખડીથી આખડી મળે કે ન મળે,
એને ધારે ધારે તમારું નામ છે.
ભલે જીભને બોલવું ગમે કે ન ગમે,
એના ગીતે ગીતે તમારું નામ છે.
કલમ બોળીને સ્યાહીમાં  હું લખવા બેઠી,
તો એમાં શબ્દે શબ્દે તમારું નામ છે.
તમને જોયાને હૈયામાં ઝરણું ફૂટ્યું, 
તો એના ટીપે ટીપે તમારું નામ છે.મેં તો જોડી મચકોડી ને 
કવિતા લખી, એમાં પ્રાસે પાસે તમારું નામ છે.
 સાત સુર મળી ને હું તો ગાવા બેઠી,
એની કડીએ કડીએ તમારું નામ છે..................





સોંદર્ય 

છો તમે એટલા સુંદર કે મન મારું મેલું થઇ ગયું ,
રાત-દિવસ માત્ર તમને જોવા એ લાચાર થઇ ગયુ.
      દિલનાં ખૂણે ખૂણે એક આગ પસરી ગઈ,
     જેને બુઝાવવા ખુદ સમુંદર પણ ખૂટી ગયો.
     શું જાદુગરી કરી છે ખુદાએ તમને બનાવતા?
     કે શંગાર કરવાની કોઈ જરૂર જ નથી પડી. 
     દુનિયાની આઠમી અજાયબી સમાન છો તમે,
     જેને નિહાળવા સમગ્ર વિશ્વ પણ તરવરી ગયુ.
      કેવી રીતે કહું તમને આ દિલની કહાની?
     આંખોની ભાષાને જ સમજો અમારી જુબાની.
      નથી જણતા અમે શું નામ છે તમારું?
     સ્વર્ગમાંથી ઉતરેલ આ કયામતનું 
  અપ્સરા સિવાય બીજું નામ ન હોઈ શકે !

Thursday, March 31, 2016

shayari

ભૂખ્યું પેટ, ખાલી ખિસ્સું 
       અને જુઠો પ્રેમ,
વ્યકિત ને જીવન માં ઘણું બધું 
       શીખવી જાય છે 




સાચું કહું છે કોઈ કે ''સમય '' ની સાથે બધા 
      બદલાય જાય છે 
ભૂલ એમની નથી જે બદલાય જાય છે પણ 
     ભૂલ એમની છે જેઓં 
પહેલા જેવા રહી જાય છે 



તારા થી જુદા જવાનો બસ 
આટલો જ ફર્ક પડ્યો 
            કે 
તારું કઈ ગયું નહિ અને મારું 
       કઈ રહું નહિ 



''વિશ્વાસ'' વિનાનો સબંધ 
''નેટવર્ક '' વિનાના મોબાઈલ જેવો હોય છે.
''નેટવર્ક'' ન હોય ત્યારે લોકો -ગેમ 
            શરૂ કરી દે છે



શબ્દથી હું કહું તને કે 'પ્રેમ' છે.
     એ પ્રેમ છે ?
લાગણી મઢવા ને શબ્દો કામ પડે 
    એ પ્રેમ છે. 



જિંદગી જીવવાની બેજ રીત હોઈ 
છે કોઈ એક ખૂણે બેસી 
રડી લેવું અથવા તો દુનિયા ના 
    બધે ખૂણે લડી લેવું.




Gazal

 


હવે તને જોવાનો કોઈ અર્થ નથી 
મને સમજી શકે તેવું તારૂ દિલ નથી 
તું તરછોડ્યા કરે અને હું આવ્યા કરું 
   એ હવે મને મંજુર નથી 
ભલે હું  હાર્યો અને તું જીતી પણ 
મારી હાર જેવો દમ તારી જીતમાં નથી.
નસીબદાર છે એ કે જેને તું મળી 
    પણ એમાં હું શું કરી શકું 
તને પામી શકું એવી એકેય રેખા 
    મારા હાથમાં નથી 
હું જોઉં તને તું જુવે બીજાને 
તેથી જ તને જોવાનો કોઈ અર્થ નથી 
હું લખું અને તું વાચી ના શકે 
અને કદાચ વાચેતો સમજીના શકે 
એવી મારી આ ગઝલ નો કોઈ અર્થ નથી 



જિંદગી 

દિલ પર પથ્થર મૂકી જીવી રહ્યો છું જિંદગી,
લાખો ઉઝરડા પડે ભલે, છોડું નહિ આ જિંદગી. 
તું નથી હવે તારી યાદો થકી ભરપુર ભરેલી જિંદગી,
માણીશ હવે હું મસ્ત બની, લાચાર નથી આ જિંદગી.
હતી મોજ મસ્તીની ભરતી, કિલ્લોલ કરતી જિંદગી,
બનશે હવે ગંભીર મહાસાગર સમી આ જિંદગી.
કોઈ કહેશે હવે તમે કેવી જીવશો તમારી જિંદગી?
ડરવું હવે મારે નથી નદીમાંથી સાગર બની જિંદગી.
જીવવું છે હવે માત્ર તારી યાદોમાં, અર્પણ તને જિંદગી,
ખજાનો યાદનો એટલો બધો ઓંછી પડે આ જિંદગી.


કેમ જતા રહ્યા ?


પારખી ન શક્યા કોઈના પ્રેમને 
તો માંરા દિલમાં શું ઉતરી શકશો? 
વાવના મીઠડા પાણી છો તમે ,
તો પણ મારી પ્યાસ શું છીપાવી શકશો ?
થઇન શક્યા  ડૂબતા વહાણ ના હલેસા 
તો મને શું કિનારો  બતાવશો ?
આપી નહોતા શકતા પ્રેમ તમારો 
તો દર્દ આપી કેમ જતા રહ્યા ?
હદય વલોવી મારું પૂછે છે ઉદાસ કેમ છો ?
શું થયુ તમને કારણ તો બતાવશો ?
ભૂલી ન શકતા હો મને કે મારા પ્રેમ ને 
તો છોડી દો ભૂલી  મને કહી કેમ જતા રહ્યા ?


કેમ જતા રહ્યા ?



અઘરી વાત છે


 પ્રેમને શબ્દમાં સમજાવો અઘરી વાત છે  
 કોઈના પ્રેમને સમજાવો પણ અઘરી વાત છે  
 આ પ્રેમ તો આમ જ થઇ જાય છે 
 કોઈના દિલની વેદના સમજવી અઘરી વાત છે 
 જીદગી ની વ્યાખ્યા તો આજે ઘણા જણતા હોય છે 
 પરંતુ પ્રેમની ભાષા જાણવી અઘરી વાત છે 
 પ્રેમ થઇ જાય ત્યારે બધા મોટી મોટી  વાતો કરે છે 
 પરંતુ પ્રેમની ભાષા જાણવી અઘરી વાત છે 
 આ બધી વાત તો આમ જ થઇ દોસ્તો 
પ્રેમ વિનાની જિંદગી જીવવી બહુ અઘરી વાત છે  




shayari



જેને ચાહો છો તેને મેળવી નથી 
શકતા,જેને મેળવો છો તેને ચાહી 
નથી શકતા, એટલે જિંદગી માં ક્યાંય 
પ્રેમની ઝલક આવી જાય તો 
કુદરત નો અભાર માનજો''

Tuesday, March 22, 2016

suvichar gujrati

suvichar gujrati 

સફળતા ખુશીની ચાવી નથી 
ખુશી  સફળતાની ચાવી છે 
તમે જે કરો છો તેને ચાહો તો 
જરૂર સફળ  થશો