વહાલી લાગે છે.
અમારી જાત કરતાં પણ વધુ તું વહાલી લાગે છે,
તું ચાલી આવ તારા વિના અહિં બહુ ખાલી લાગે છે.
ધરા આખી ઠંડી ને ભીની ભીની બની ગઈ છે,
ફૂલો પર સ્પસ્ટ પગલાં છે, ઝાકળ ચાલી લાગે છે.
ફિદા થઈને તમારા પર ફરી મારવાની ઈરછા છે ,
ફનાનો ફણગો ફૂટ્યો છે ફાગણ ફાલી લાગે છે.
વહે છે લોહીની ધારા અમારા હોઢે થી કાયમ ,
પણ તમારું સમિત એવું છે કે સૌને વહાલી લાગે છે.....
જીવી લઈશું
યાદોથી ભરેલા આ પવિત્ર ઝરણામાં,
જિંદગીને સહેલાઈથી જીવી લઈશું.
મુશ્કેલીથી ભરેલા આ સંસારમાં,
હસતાં -રડતાં જીવી લઈશું.
તડકા -છાયાની આ ધરા પર,
હાથથી હાથ મિલાવી જીવી લઈશું.
જીવવા જેવું તો કઈ જ નથી આ દુનિયામાં,
પણ એકબીજાના ચહેરા વાંચીને જીવી લઈશું.
મળવા જેવું સ્થળ તો નથી મળતું આ દુનિયામાં,
રોજ સ્વપ્નમાં મળીને જીવી લઈશું.
સુખમાં તો પ્રશનાર્થ જ રહ્યો છે,
પણ એકબીજાનાં દુઃખ વહેચી ને જીવી લઈશું.............
કોરી કિતાબ
મારી કલ્પના કોરી કિતાબ માં સનમ,
એના પાને પાને તમારું નામ છે.
ભેલે આખડીથી આખડી મળે કે ન મળે,
એને ધારે ધારે તમારું નામ છે.
ભલે જીભને બોલવું ગમે કે ન ગમે,
એના ગીતે ગીતે તમારું નામ છે.
કલમ બોળીને સ્યાહીમાં હું લખવા બેઠી,
તો એમાં શબ્દે શબ્દે તમારું નામ છે.
તમને જોયાને હૈયામાં ઝરણું ફૂટ્યું,
તો એના ટીપે ટીપે તમારું નામ છે.મેં તો જોડી મચકોડી ને
કવિતા લખી, એમાં પ્રાસે પાસે તમારું નામ છે.
સાત સુર મળી ને હું તો ગાવા બેઠી,
એની કડીએ કડીએ તમારું નામ છે..................
સોંદર્ય
છો તમે એટલા સુંદર કે મન મારું મેલું થઇ ગયું ,
રાત-દિવસ માત્ર તમને જોવા એ લાચાર થઇ ગયુ.
દિલનાં ખૂણે ખૂણે એક આગ પસરી ગઈ,
જેને બુઝાવવા ખુદ સમુંદર પણ ખૂટી ગયો.
શું જાદુગરી કરી છે ખુદાએ તમને બનાવતા?
કે શંગાર કરવાની કોઈ જરૂર જ નથી પડી.
દુનિયાની આઠમી અજાયબી સમાન છો તમે,
જેને નિહાળવા સમગ્ર વિશ્વ પણ તરવરી ગયુ.
કેવી રીતે કહું તમને આ દિલની કહાની?
આંખોની ભાષાને જ સમજો અમારી જુબાની.
નથી જણતા અમે શું નામ છે તમારું?
સ્વર્ગમાંથી ઉતરેલ આ કયામતનું
અપ્સરા સિવાય બીજું નામ ન હોઈ શકે !
No comments:
Post a Comment