Gazal

                                                                                                  

તારા વિના

  તારા વિનાની જિંદગી નથી જીવાતી,
  તારા વિના એકલતા નથી સહેવાતી, 
  તારા વિના સાજન હું રહી તરસતી,
તારા વિરહમાં અંતરમાં ડુસકા હું ભરતી, 
  તારા જ સમણાં ને તારી છે સ્મૂર્તિ, 
  તારી એ મીઠી વાતોને હું સ્મરતી,
તારી જ તસવીર મારા કાળજે કોરતી, 
તારા સ્નેહની સરવાણી નથી વિસરાતી,
  તારા વિયોગમાં આંખ મારી રડતી,
  તારા પ્રેમાળ સ્પર્શને હું ઝંખતી,


 પ્રેમ 

પ્રેમ અને મોતથી ડરે છે કોણ ?
પ્રેમ તો થઇ જાય છે , જાણીને પ્રેમ કરે છે કોણ ?
અમે તો કરી દઈએ પ્રેમમાં પ્રાણ પણ ન્યોછાવર।,
એ તો કોઈ કહે ,અમને પ્રેમ કરે છે કોણ ?  


કોને ખબર હતી? 

સપનાં બધા આમ જ રોળાઈ જશે ,
કોને ખબર હતી ?
ઉડવું તો મારે પણ હતું મિત્રો ,પણ 
પાંખો જ છીનવાઈ જશે કોને ખબર હતી ? 
હજી તો આ આખોમાં કેટલાય સપનાઓં હતા ,
પણ આંખ બંધ કરતા જ સવાર થઇ જશે,  
કોને ખબર હતી? 
હજી તો જિંદગીનો લ્હાવો ઉમંગથી લેવો હતો ,
પણ સપના પુરા કરવાના સંઘર્ષમાં જિંદગી જ ભુલાઈ જશે, 
કોને ખબર હતી? 
હું તો એટલું જ કહું છું મિત્રો સપના તો દરેક જુએ છે, 
પણ પુરા દરેકના થતા નથી. 
જયારે પણ પાંખો મળે ત્યારે ઉડી લેજો,
આ જિંદગી કેટલી છે, કોઈનેય ખબર નથી. 

અહેસાસ 

મારું નસીબ છે મારી હથેળીમાં,
મારો સ્વાર્થ છે પરમાર્થમાં. 
મારા સ્વપ્નો છે ખુલ્લા આકશામાં,
મારી ખુશી છે હરેક  મહેફિલમાં. 
મારા દિલનો ધબકાર છે તારા માં, 
મારા આંસુ છે તારી યાદમાં, 
મારી હરેક પળ છે કાર્યનીવત શ્વાસમાં,
મારો આકોશ છે દુવ્યવહાર ને અંધશ્રદ્ધામાં. 
એમના પગરવનો અહેસાસ છે ,ભીની માટીની ખુશ્બુમાં,
મારા અસ્તિત્વનો પુરાવો છે ખુદના આયનામાં. 



આપણો છે 

સુંદરતા અમારી છે ,દર્ષ્ટિ અમારી છે 
નયનો તમારા છે ચેહરો અમારો છે
દિલ તમારું છે, જન અમારી છે
રસ્તો  તમારો છે, સંગાથ અમારો છે
ધ્યેય તમારો  છે મંઝિલ અમારી છે.
સ્નેહ તમારો છે અને હશે, પણ પ્રેમ આપણો છે.    


 જીવવું છે 

સબંધો થી પેરણા મળે બસ ! એવું જીવવું છે,
આંખો મીંચાય કયારે ને સ્વજન 
દેખાય બસ ! એવું જીવવું છે.
બની મલ્હાર હેતના દરેક ના હૈયા વરસવું છે 
ધ્વસ્ત ઉપવનોને ઓપ નવો અપાય બસ !
એવું જીવવું છે. 
બની એકમેકના, પેરણાની  જેમ પથરાવું છે, 
સાથ નિભાવી દરેક ના બસ !હેતનું ગીત ગાવું છે 
આ ઉપવનો તણા બની માળી ,
ઊભુ રહેવાય બસ !એવું જીવન જીવવું છે 


ફક્ત તમારી 

નથી જોઈતા મારે ચાંદ કે સિતારા 
આજીવન રેહવા માગું છું દિલમાં તમારા ,
નહિ જોઈએ મારે મકાન વિશાળ ,
માંડવું છે ઘર જ્યાં હોય પ્યાર જ પ્યાર,  
નથી ઇચ્છા ગાડીઓમાં ફરવાની,
 લાલસા છે આપના દિલમાં ઉતારવાની , 
ફરવા મારે નથી જવું વિદેશ કે બહારગામ ,
ફક્ત મારા નામ પાછળ લગાડવું છે આપનું નામ, 
નથી પહેરવા માગતી હું હીરા કે મોટી,
પ્રેમથી બનાવવા માગું છું આપના માટે રોટી 
જીવનમાં પ્રેમ થી વધારે કિંમતી નથી કોઈ ચીજ ,
મને છોડીને ક્યારેય ન જતા પ્લીઝ,
છેલ્લે એ વચન સાથે કરું પૂરી કવિતા મારી,
કે હું છું ફક્ત ને ફક્ત તમારી.................






* સોનેરી યાદ 
તું ચાલી ગઈ પછી 
મને સતાવે છે,
તારી સોનેરી યાદ બનીને,
તારો ચહેરો મારા માનસપટ છવાઈ 
જાય છે તારી સોનેરી યાદમાં,
એ તારી મીઠી વાતો હવે મને,
સતાવે છે તારી યાદ આવતા.
તારું મંદ હસવું હવે મને રડાવે છે,
તારી સોનેરી યાદ આવીને.




1

પારખી ન શક્યા કોઈના પ્રેમને 
તો માંરા દિલમાં શું ઉતરી શકશો? 
વાવના મીઠડા પાણી છો તમે ,
તો પણ મારી પ્યાસ શું છીપાવી શકશો ?
થઇન શક્યા  ડૂબતા વહાણ ના હલેસા 
તો મને શું કિનારો  બતાવશો ?
આપી નહોતા શકતા પ્રેમ તમારો 
તો દર્દ આપી કેમ જતા રહ્યા ?
હદય વલોવી મારું પૂછે છે ઉદાસ કેમ છો ?
શું થયુ તમને કારણ તો બતાવશો ?
ભૂલી ન શકતા હો મને કે મારા પ્રેમ ને 
તો છોડી દો ભૂલી  મને કહી કેમ જતા રહ્યા ?
કેમ જતા રહ્યા ?




2

 પ્રેમને શબ્દમાં સમજાવો અઘરી વાત છે  
 કોઈના પ્રેમને સમજાવો પણ અઘરી વાત છે  
 આ પ્રેમ તો આમ જ થઇ જાય છે 
 કોઈના દિલની વેદના સમજવી અઘરી વાત છે 
 જીદગી ની વ્યાખ્યા તો આજે ઘણા જણતા હોય છે 
 પરંતુ પ્રેમની ભાષા જાણવી અઘરી વાત છે 
 પ્રેમ થઇ જાય ત્યારે બધા મોટી મોટી  વાતો કરે છે 
 પરંતુ પ્રેમની ભાષા જાણવી અઘરી વાત છે 
 આ બધી વાત તો આમ જ થઇ દોસ્તો 
પ્રેમ વિનાની જિંદગી જીવવી બહુ અઘરી વાત છે  



7 comments:

  1. सब ने चाहा कि उसे हम ना मिलें;हम ने चाहा उसे ग़म ना मिलें;अगर ख़ुशी मिलती है उसे हम से जुदा होकर;तो दुआ है ख़ुदा से कि उसे कभी हम ना मिलें।

    ReplyDelete